01 May, 2010

પાછળ પડી ગયેલું વ્યવસાયનું કેન્દ્રીકરણ / A Working Female Nomad (7 Pictures & Text)

1

2

3

4

5

6

7

એકકેન્દ્રી સત્તા ગઇ, પણ વ્યવસાયનું કેન્દ્રીકરણ તો રહ્યું. આ કેન્દ્રીકરણ આજે કેટલાક ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં રમવા લાગ્યું છે, પહેલાં ચોક્કસ વ્યવસાયનું કેન્દ્રીકરણ ચોક્કસ જ્ઞાતિઓના હાથમાં હતું, કેટલીક જ્ઞાતિઓના હાથમાં બળપૂર્વક કે છળપૂર્વક અમુક વ્યવસાયનું કેન્દ્રીકરણ મૂકી દેવામાં આવ્યું હતું. પરિણામ એ આવ્યું કે સતત બદલાતા વિશ્વમાં બળપૂર્વક કે છળપૂર્વકના કેન્દ્રીકરણમાં સપડાયેલી જ્ઞાતિઓના જીવતરમાં ઝાઝા ફેરફાર આવ્યા નહિ. ૪૦ લાખથી પણ વધુ વસ્તી ધરાવતી ગુજરાતની ૪૦ વિચરતી ને વિમુકત જાતિને (સરકારી યાદી મુજબ ૨૮ વિચરતી જાતિ, ૧૨ વિમુકત જાતિ) વ્યવસાયના કેન્દ્રીકરણનો ભોગ વધારે બનવું પડ્યું છે, વર્તમાન સમયમાં તેમની સ્થિતિ ઘણી કપરી, કયારેક તો એવું બોલતા લાગે કે જન્મારો મળ્યો છે તો જીવી નાખીએ. કારણ કે પરંપરાગત વ્યવસાય સિવાય બીજો વ્યવસાય તેમને આવડે નહિ એટલે બદલાતા જગત સાથે તાલ મિલાવી શકે નહિ. વળી, વિચરતી ને વિમુકત જાતિમાં શિક્ષણનું પ્રમાણ પણ ર્સ્વિણમ ગુજરાતને શરમ આવે એવું.
વાંસવાદીબહેનની ઊપર્યુકત તસવીરોમાં કોઇકને હસ્તકલાની પૂર્ણ પ્રક્રિયાનો ઊમદા નમૂનો દોખાય, પણ આ હસ્તકલાની નીચે છે તો માત્ર ગરીબી. કારણ, વાંસના ટોપલા ખરીદનારા આજે કેટલા? કોઇ ખરીદે તો એમણે કહેલા ભાવ પ્રમાણે નાણાં આપનારાં કેટલા?

(થોડા સમય પહેલાં ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’માં કામ કરવા મળ્યું, તે સમય દરમિયાન લીધેલી તસવીરો.)