સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામમાંથી પસાર થતા નૅશનલ હાઇ-વેની ફૂટપાથ. ફૂટપાથ પર એક ગ્રામીણ પરિવાર. પરિવારમાં પાંચ છોકરાં ને પતિ-પત્ની. સમય રાત્રિના ૭:૩૦ વાગ્યાનો. આ પરિવાર છેલ્લા ત્રણ કલાકથી કબોસણી ગામે જવા માટે બેઠો છે. આ પરિવાર કોઇ વાહનની વાટ નથી જોતો, પણ વાટ જુએ છે, તો બસ ચિક્કાર દારૂ પીને લુડકી ગયેલા પતિ-પિતાને હોશમાં આવવાની. હોશમાં આવ્યા પછી વાહન મળશે કે નહ એ ચતા તો વધારાની, કારણ કે ૭:૩૦ વાગ્યા પછી વડાલીથી કબોસણી માટે વાહન મળવું બિલકુલ અઘરું. સારું છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે આવી તસવીર પાડવાનો કુ-સમય કયારેક જ આવે છે.