08 July, 2011

ગાંડીનું રૂપ / A Male Nomad As A Female Mad (19 Pictures & Text)

1

2

 3

4

5

"તારી ઠાઠડી બોંધું, તારો રાજિજયો ખઉં, દારૂ પીન્ મારઅ, મારા ભૈનો હારો, ઘોઘરો જાલીન્ મારી નાખું, મુઢામ્ ઘાઘરાનો ડૂસો નાખું." વડાલીની સડકો પર એક ગાંડી આવું આવું બોલતી જાય, ઝઘડતી જાય, લોકોને ડરાવતી જાય ને ભગાડતી જાય.
6
તરસની જરા અસર મટાડું

7
થાકને ઘડી દૂર ભગાડું

8
હવે આંગિક ભાવ જગાડું (from 8 to 16)

9

10

11

12

13

14

15

16

17
પાણી સાથે અભિનય પીવું

18
રૂપ ખરું પણ અભિનય નહીં

19
બાળકી મને ઓળખી ગયી

'ગાંડીનું રૂપ' શીર્ષક કદાચ પજવનારું લાગ્યું હોય, પણ આ શીર્ષક વગર છૂટકો નહોતો, પણ તમે ધાર્યું એના કરતાં કારણ જુદું છે. અહીં આવતું 'રૂપ' આંખગત શબ્દ માટેનું નથી, પણ બહુરૂપીનું એક રૂપ છે. હા, તસવીરમાં જે ગાંડી દેખાય છે એ સ્ત્રી નથી પુરૂષ છે. કિશનલાલ બહુરૂપી, ઇડરમાં રહે છે. ૧૪-૫-૧૯૫૯માં જન્મનાર આ જણ નખશિખ કલાકાર છે, કારણ  કિશનલાલ બહુરૂપી-કલાને લોકકલામાં શ્રેષ્ઠ માને છે. પેટલાદ(ખેડા)ની આર.કે. કોલેજમાં એટીકેટી (A.T.K.T.) સોલ્વ ન કરી શકવાના કારણે કિશનલાલ સ્નાતક ભલે ન થઇ શક્યા, પણ તેમની પરંપરાગત કલાના એ ડાૅક્ટરેટ તો ખરા જ. આ ભાવાવેશમાં નથી લખતો, પણ કિશનલાલની સાથે તાપમાં આખો દિવસ ફરતી વખતે (સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી) તેમની પાસે જે જાણ્યું તે પછી લખું છું. તેમને ચકાસવા માટે બહુરૂપી વિશેના મારા થોડાઘણા અભ્યાસને પણ ખપમાં લીધો હતો. બે ઉદાહરણ આપું, જરાં જુદાં છે પણ ઉપયોગી થઇ પડશે, રસ્તામાં ગાંડીના અભિનય દરમિયાન મેં વચ્ચે વચ્ચે બેચાર પ્રશ્નો પૂછ્યા, જવાબ મળ્યા, "પબ્લિકનું વિચારવું પડે. સામેવાળાના ચહેરાના ભાવ જોવા પડે અડધો કિલોમીટરની રૅન્જમાં ધ્યાન રાખવું પડે." પછી ઠપકાના સૂર સાથે એક હળવી ચેતવણી પણ, "ઉમેશ, તું આમ વચ્ચે પૂછે છે, તો ડિસ્ટર્બ થવાય છે. આમાં ડિસ્ટર્બ ન થવાય, ડિસ્ટર્બ થવાય તો પાછું નોર્મલ થઈ જવાય."
લોકકલાનો સમય હવે ઝાઝું ટકવાનો નથી, આપણે ભલે લોકકલાને સંસ્કૃતિના ભાગરૂપે એનું ગૌરવ લઇએ પણ લોકકલાકારોની દરકાર ને કદર તાળીઓ ને બે-પાંચ-પચાસ-સો રૂપિયા સુધી સીમિત રાખી છે. કિશનલાલે તો બહુરૂપી-કલાના જોરે કુટુંબને સારી પેઠે નભાવ્યું. તેમના બે દીકરા લાલાભાઈ ને બોની પણ લોકકલાના વ્યવસાયમાં જોડાઈ ગયા છે, અલબત્ત મેં એમના ચહેરાઓ પર નિરાશા ને થાક બેઉં બળિયાને સાથે જોયા છે.
(સરનામું : કિશનલાલ બહુરૂપી, પાંચ હાટડીઓ, બ્રાહ્મણની વાડી પાસે, રાજમહેલ રોડ, ઇડર, જિલ્લો : સાબરકાંઠા. Mobile : +9196623-19487)