22 December, 2009

15 December, 2009

ગળામાં લટકેલું પ્યોર સેકયુલરિઝમ (બે તસવીર)



એલિસ બ્રિજના વિકટોરિયા ગાર્ડનવાળા છેડાથી લાલ દરવાજા તરફના વળાંકવાળા રસ્તા પરની કીટલી પર કામ કરતા ૧૯ વર્ષને અડું અડું થતા આ છોકરાને શું કહીશું? હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી, કારણ કે ગરીબીને કોઇપણ ધર્મમાં વાંધો નથી આવતો, બસ સરકાર એનો રસ્તો ના રોકે એટલું જ એને જોવાનું હોય છે. ચાની ચૂસકી લેતાં સીધું જ છોકરાને પૂછ્યું, ‘આવી ચૅઇન (હિન્દુ, મુસ્લિમ, ખિ્રસ્તીનાં ધાર્મિક પ્રતીકોવાળી) કેમ પહેરી છે?’ એકદમ હળવાશથી, ‘લારી પર ઘણીબધી ચૅઇન જોઇ, એમાંથી આ બહુ ગમી ગઇ એટલે પૈસા આપીને પહેરી લીઘી.’ જવાબ ગમી ગયો એટલે બીજું કંઇ પૂછ્યું નહિ. પછી એ એની મસ્તીમાં કામ કરવા લાગ્યો, ને હું આદર્શવાળા વિચારોમાં ખોવાઇ ગયો.