जंगलों का राजा, पहाड़ों का राजकुमार, सांवलिया भील है नाम मेरा|
1
2
3
4
5
6
हाथी को पछाड़ा, चित्ते को चीर डाला, घोड़े को दौड़ाया, कालिया भील कहते है मुझे|
7
8
9
10
11
12
13
14
15
16
17
સાંવલિયા ભીલના રૂપમાં છે બોની બહુરૂપી ને કાલિયા ભીલના રૂપમાં છે લાલાભાઈ (કાળા વસ્ત્રમાં). બંને સગા ભાઈ છે, પોતાની જાતિવિશેષ પરંપરાને દાદા ને પિતા પાસેથી શીખીને જાળવી રહ્યા છે. વડાલીના બજારમાં દર વર્ષે તેઓ સળંગ દસ દિવસ, દિવસમાં વધારો-ઘટાડો ખરો, અલગ અલગ રૂપ લઈને દુકાને દુકાને ફરતા હોય છે. પરમ્પરા મુજબ તો એક રૂપ (વેશ) એક અઠવાડિયું ભજવવાનું હોય એટલે ૫૨ વેશ એક વર્ષમાં પૂરા કરવાના હોય, આજે સમય બદલાયો છે એટલે એક વેશ એક દિવસ માટે કીશનલાલનો પરિવાર ભજવે છે. વળી, વેશભૂષા ખર્ચાળ પણ ઘણી. આ અગાઉની પોસ્ટ "ગાંડીના રૂપ"માં કિશનલાલ બહુરૂપી હતા, તે કિશનલાલ બોની ને લાલાભાઈના પિતા. કિશનલાલે દસ દિવસના ભાગરૂપે જ ગાંડીનું રૂપ લીધું હતું. કિશનલાલ તો એક દિવસ આવે છે બાકીના નવ દિવસ બોની ને લાલભાઈ જુદા જુદા વેશ ધારણ કરે છે. એક દિવસ હનુમાન તો એક દિવસ રબારી, ક્યારેક ટીટી તો ક્યારેક મદારી, તો કોઈએક દિવસ રાવણ એવાં અલગ રૂપ ધારણ કરતા હોય છે. નવ દિવસ માત્ર રૂપ ધારણ કરવાનાં ને લોકોનું મનોરંજન કરવાનું. નવ દિવસ સુધી એક પણ રૂપિયો લેવાનો નહિ, દસમાં દિવસે નગરશેઠનું રૂપ લઈ દુકાનમાલિકો પાસેથી પૈસા લેવાના, લેતી વખતે રકઝક પણ કરવાની, આ ઉઘરાણી ચાર પાંચ દિવસ પણ ચાલે, પણ રોજ નાગરશેઠનું રૂપ નહિ લેવાનું. આખા (બધા) દિવસના થાકને અંતે હાથ પર આવતી અંદાજિત રકમની મને જાણ છે, પણ વચનથી બંધાયેલો છું, એટલે નહિ કહું. છેલ્લે એટલું જરૂર કહીશ કે ભારતની સામાજિક વ્યવસ્થાએ ઊભી કરેલી મોટાભાગની પરંપરાઓ ઘણીવાર આપણને અને ઘણીવાર પરંપરા વેંઢારનારાઓને શરમમાં કે લાચારીમાં કે લઘુતાગ્રંથિમાં મૂકતી હોય છે.
(સરનામું : બોની બહુરૂપી, પાંચ હાટડિયો, બ્રાહ્મણની વાડી પાસે, રાજમહેલ રોડ, ઇડર, જિલ્લો : સાબરકાંઠા.
Mobile: +9196623-19487)
પરંપરાની જેમ જ બાધા પણ આવો જ ભાગ ભજવે છે. પોતાનાં સંતાનો માટે લેવાતી બાધાના ભાગ રૂપે બહેનો અમુક ઘરેથી માગીને પૈસા એકઠા કરેછે. અમુક નિશ્ચીત રકમ ભેગી કરવાની હોય છે પણ શરત એ હોય છે કે નક્કી કરેલી રકમ નક્કી કરેલી સંખ્યાનાં ઘરેથી જ મેળવી લેવાની હોય છે.
ReplyDeleteહવે આટલી રકમ દરેક ઘર કઈ શ્રદ્ધાથી આપે ? પરિણામે બાધા અધૂરી રહ્યાની વેદના સાથે તેઓ ઘર છોડતાં હોય છે.
એવી જ રીતે ધુતારા માગણો સાધુના રૂપે આવે અને સાવ નાની દેખાતી કોથળી ભરવા જેટલું અનાજ માગે. કોથળી સદ કિલો અનાજ સમાય એવડી નીકળે પણ આપનારને ખબર પડે એ પહેલાં તો સંકલ્પ બંધાઈ ગયો હોય છે !
બહુરૂપીયાની જેમ ટહેલિયાઓની પણ ટહેલ હોય છે. આ બધા ધંધાદારીઓ ભૂખે મરતા હોય છે. સમાજમાંથી શ્રદ્ધા નીકળી ગઈ હોય એટલે એમનાં પેટનો ખાડો પુરાય નહીં. આપણા સમાજની આવી કેટલીક પરિસ્થિતિ બહુ દયનીય હોય છે.
રજૂઆત બદલ ધન્યવાદ અને આભાર.
ઉમેશભાઈ,
ReplyDeleteફોટા તો બાળપણમાં લઈ ગયા, પરંતુ, તમારા લખાણે આજની વાસ્તવિકતાની હૈયાસૂની ધરતી પર પટકી દીધો.તમે વસુંધરાનાં દવલાંને યાદ કરીને અમારા જેવાઓના આત્માને આંચકા આપો છો.આભાર.
ખરેખર સમય બદલાઈ ગયો છે.ગ્રામીણ સમાજમાં મનોરંજન દ્વારા કમાતા લોકો હતા. આજે મનોરંજન પણ વ્યક્તિગત નથી રહ્યું.
શ્રી જુગલભાઇએ ટહેલિયાની વાત કરી. ટહેલિયા, હલકારા, ખેપિયા આ શબ્દો પણ ભાષામાંથી અલોપ થઈ ગયા છે.હવે ટપાલી પણ વિનાશને આરે પહોંચેલી પ્રજાતિ છે. ત્રીજા-ચોથા ધોરણમાં ભણતો ત્યારે એક પાઠ માધુ ટપાલી વિશે હતો. માધુકાકા ગામના પ્રિય. આજે પણ આંખ સામે મારી એ ચોપડી ખુલ્લે છે અને માધુકાકા ટપાલપેટીમાંથી કાગળો કાઢતા દેખાય છે!
Good....really nice....
ReplyDeletenice work dude
ReplyDeleten great critic
उमेश जी आपने बहुत महत्वपूर्ण फोटोग्राफी की है. भीलों को मैंने पहले इस प्रकार कभी नहीं देखा था.
ReplyDelete- Sapkale Sandeep, Assistant Professor at The Mahatma Gandhi Antarrashtriya Hindi Vishwavidyalaya, Wardha
Sandeep ji, yeh bheel nahi hain, bahuroopi hain, bahuroopi ne bheelon ka roop liya (kirdaar kiya) hain. Bahuroopiyon ka yeh paramparagat pesha hain. alag alag roopon me logon ke saamne jaana aur manoranjan karna, badle me logon se thode se paise lena.
ReplyDeleteસ્પર્શે એવો પ્રયત્ન ગમ્યો. ચાલુ રાખજો.
ReplyDeleteDear Umesh, I just had a glance on some pics, nice. Please add descriptions under each photo, so that people who are less familiar with the culture/context can make sense of it and discuss. From the title "Nomads Playing Roles of Adivasis" i guess the same is practiced in border areas of Kerala and Karnataka, even the dalits play role of an adivasi group on Navarathri days. Please add more notes,- in English. Thanks.
ReplyDeleteDear Umeshbhai
ReplyDeleteI just watch your pictures it is really very appreciable, I like very much your creation because you focus culture & routine activities very deeply. my best wishes to you with regards - Manish Vaidya. www.lorisindia.com