શારદાબેન રામાભાઈ ભરથરી વડાલીથી (જીલ્લો : સાબરકાંઠા) ત્રણ કિલોમીટર દૂર નવાનગરમાં રહે. ૧૫ વર્ષ પહેલાં રામાભાઈ જંતર વગાડતા, શારદાબેન તેમની પડખે ઊભાં રહેતાં, હાથ લાંબો કરી બે પૈસા માગતાં, ઘરે જતાં, અડધું-પડધું તેલ, અડધો-પડધો મસાલો, અડધી-પડધી શાકભાજી અને પૂરેપૂરું પાણી આ થયું એમનું શાક, સાથે મકાઈના રોટલા, એટલે એમનું રોજનું ભોજન.
સમય બદલાતાં લોકોની આદત બદલાઈ, મનોરંજનનાં માધ્યમો બદલાયાં, જંતર હવે લોકોને જૂનું લાગવા લાગ્યું, એટલે બે પૈસા આપવાનું બંધ કર્યું. શારદાબેનનાં પરિવાર પર આભ તૂટ્યું એમ તો હું નહિ કહું, ભલે એમની કુખેથી પાંચ દીકરા ને એક દીકરી જન્મ્યાં હતાં. શારદાબેન લડવાવાળાં જણ, ભલે એમને સરકારની નીતિની કશી ખબર નાં હોય, પણ જીવવાની નીતિને બરાબર પારખે. પતિએ ભલે રામાપીરનું નાનું મંદિર બનાવ્યું ને મંદિરમાં ભગત થયા.
શારદાબેને નાનકડો ધંધો શરૂ કર્યો. ફુગ્ગા, કાકડી, કાનની બુટ્ટી, નાકની નથણી, ચાંલ્લો, માથાની પીન, બક્કલ, ને એવું ઘણું બધું. રોજ વડાલી ગામમાં ફરવાનું ને ધંધો કરવાનો. પણ આવક પૂરતી થાય નહીં. આવક વધારવા શું કરવું ? વિચાર આવ્યો : માથાના વાળની ગૂંચ. ગૂંચ બધા ફેંકી દે, એના કરતા હું લઇ લઉં તો કેવું ? આવક વધશે. થયું પણ એવું. ભાંભી-વાસમાં, વણકર-વાસમાં, વાલ્મીકિ-વાસમાં, ઠાકરડા-વાસમાં શારદાબેન ફરવાં લાગ્યાં ને માથાના વાળની ગૂંચના બદલે વસ્તુઓ આપવા લાગ્યાં, પૈસા લઈને પણ વસ્તુઓ વેચવાની તો ખરી જ. માથાના વાળની ગૂંચ ઘરે ભેગી કરવાની. દર અઠવાડિયે ઇડરથી આવે તેને આપી દેવાની ને વજન પ્રમાણે પૈસા લઇ લેવાના. વસ્તુ-વિનિમયના કારણે શારદાબેનની રોજની ચોખ્ખી આવકમાં "તરી રૂપ્યાનો" વધારો થયો. પહેલાં વીસ કમાતાં, હવે પચાસ. શારદાબેનની આવક, રામાભાઈની કદાચ મંદિરની આવકથી બધું હેમખેમ છે. શારદાબેનનો આજે એક જ દીકરો કુંવારો છે. પંદર વર્ષનો છે, ભણ્યો નથી. બાકીના ચાર પોતપોતાની રીતે કામે વળગી ગયા છે, દીકરી પણ પરણીને સાસરે છે.
શારદાબેનનું જીવન આપણને ઘણું કઠણ લાગશે, પણ એમને મન તો સરળ, કારણ, એમને તો પનારો પડ્યો છે, એટલે જીવનને જીવે છે, જીતે છે.
(ચાર નંબરના ફોટામાં શારદાબેનના હાથમાં માથાના વાળની ભેગી કરેલી ગૂંચ જોઈ શકાય છે)
1
2
3
આ ફોટામાં શારદાબેનના હાથમાં માથાના વાળની ભેગી કરેલી ગૂંચ જોઈ શકાય છે
4
પ્રિય ઉમેશભાઈ
ReplyDeleteતમારો અહેવાલ અંને સાથે આપેલી તસ્વીરો ગમી તમે ફોટા સરસ પાડો છો. તમારું કામકાજ સારી રીતે ચાલતું હશે અને હું તમારા બીજા અહેવાલોની રાહ જોઇશ. તમારી કુશળતા ચાહું છું.
રોહિત બારોટ બ્રિસ્ટલ
kya bat hai.....Umeshbhai...very nice...keep it up..........
ReplyDeleteDear Umeshbhai,
ReplyDeleteYour blog is nice
કંગાલિયત રેખા તળે ધરાબાયેલ, અને છતાં વાળના ગૂંચળા ખરીદીને કે ફૂગ્ગા વેચીને પોતાના કુટુંબનું પ્રામાણિકપણે ભારણપોષણ કરનાર આ યુવાન માતા શારદાબહેન માટે લેખકે-ફોટોગ્રાફરે જે માનાર્થે ઉલ્લેખ કર્યો છે એ માટે એમની સંવેદનશીલતા અને સમજ માટે પહેલી સલામ ! માનવીઓના જીવનને કદરૂપ કરી મૂકતી આ સામાજિક-આર્થિક વ્યવસ્થાઓ કેવી શોષણકારી હોય છે એનો થોડો પણ એહસાસ આજની 'એક્ષ, વાય, ઝી જનરેશન' ને આ ફોટોસ્ટોરી કરાવી શકે તો કેવું સારું?
ReplyDeleteતમારી ફોટોગ્રાફી ની કળા ખરેખર અદભૂત છે તમે જે કચકડે જે મઢો છો તે અને દુનિયા જે વિચારી નથી શકતી તે તમે કરો છો
ReplyDeleteપ્રકાશ ચૌહાણ
નૈસર્ગિક ટ્રસ્ટ
પાલનપુર
गुजराती नही पढ पा रही हूँ लेकिन चित्रों से सारी बात समझ में आ गई। आपके द्वारा किये जा रहे कार्यों के लिए मैं आपकी प्रशंसा कर रही हूँ। धन्यवाद। अनिता भारती anita.bharti@gmail.com
ReplyDeleteઆ ફોટા ઓ જીવનની ઘણી કડવી વાસ્તવિક્તા બતાવે છે.
ReplyDeleteVERY HARD WORK FOR SOCIAL LIFE.
THANKS.
From:-
J.B.Gajjar
जेने खरेखर महेनत करीने कमाववुं छे ते अवनवा पण रस्ता मळी ज जाय छे . उमेश,साचेज खूब रसप्रद जीवन शोधी लाव्यो छे . अभिनंदन !
ReplyDeleteपण, आ वाळनी गूंचोनुं आगळ शुं उपयोग थतो हशे ?
She is real enterpriniors
ReplyDeletecongrets
from...shubham..lata shah
Val na badlama fugga aapva ane aarite prtiyu ralta lokone salam. thoda divas pahela mahuvanu ek kutumb malyu hatu ane te o rojna rupiya 100 kamata hovanu janavyu hatu.
ReplyDeletesundar photoraph
ReplyDelete