13 February, 2010

નિરમા ભગાવો / Mahua Farmers' Campaign Against Nirma Cement Company Plant (12 Pictures & Text)


 આંદોલનના આગેવાન ડો. કનુભાઇ કલસરિયા 
1

2

3

4

5

 ઉઘાડા પગ છોને રહ્યા, ચાલતા રહીશું
6

હસતાં હસતાં વેઠીશું દુઃખ, હારીશું નહિ
7

પ્રથમ પ્રદક્ષિણા સફળ
8

મશાલ-સરઘસ
9

10

ત્રણેક કિલોમીટરની કૂચ પછી મશાલ-સરઘસને પોલીસે રોકયું
11

કનુભાઇ સાથે પોલીસની દલીલ ને છેવટે બધાની બે કલાક માટે ધરપકડ
12

મહુવા-આંદોલન

૧૨, ફેબ્રુઆરી, ૨૦૧૦


કૂચનો સમય : સાંજે પાંચ વાગ્યે ને રાતે આઠ વાગ્યે મશાલ-સરઘસ

અંતર : દસ કિલોમીટર કરતાં વધારે



કૂચનો માર્ગ : નિરમાની ફેન્સગ ફરતે પ્રદક્ષિણા

22 December, 2009

15 December, 2009

ગળામાં લટકેલું પ્યોર સેકયુલરિઝમ (બે તસવીર)



એલિસ બ્રિજના વિકટોરિયા ગાર્ડનવાળા છેડાથી લાલ દરવાજા તરફના વળાંકવાળા રસ્તા પરની કીટલી પર કામ કરતા ૧૯ વર્ષને અડું અડું થતા આ છોકરાને શું કહીશું? હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી, કારણ કે ગરીબીને કોઇપણ ધર્મમાં વાંધો નથી આવતો, બસ સરકાર એનો રસ્તો ના રોકે એટલું જ એને જોવાનું હોય છે. ચાની ચૂસકી લેતાં સીધું જ છોકરાને પૂછ્યું, ‘આવી ચૅઇન (હિન્દુ, મુસ્લિમ, ખિ્રસ્તીનાં ધાર્મિક પ્રતીકોવાળી) કેમ પહેરી છે?’ એકદમ હળવાશથી, ‘લારી પર ઘણીબધી ચૅઇન જોઇ, એમાંથી આ બહુ ગમી ગઇ એટલે પૈસા આપીને પહેરી લીઘી.’ જવાબ ગમી ગયો એટલે બીજું કંઇ પૂછ્યું નહિ. પછી એ એની મસ્તીમાં કામ કરવા લાગ્યો, ને હું આદર્શવાળા વિચારોમાં ખોવાઇ ગયો.

30 October, 2009

Liquor & Family



સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામમાંથી પસાર થતા નૅશનલ હાઇ-વેની ફૂટપાથ. ફૂટપાથ પર એક ગ્રામીણ પરિવાર. પરિવારમાં પાંચ છોકરાં ને પતિ-પત્ની. સમય રાત્રિના ૭:૩૦ વાગ્યાનો. આ પરિવાર છેલ્લા ત્રણ કલાકથી કબોસણી ગામે જવા માટે બેઠો છે. આ પરિવાર કોઇ વાહનની વાટ નથી જોતો, પણ વાટ જુએ છે, તો બસ ચિક્કાર દારૂ પીને લુડકી ગયેલા પતિ-પિતાને હોશમાં આવવાની. હોશમાં આવ્યા પછી વાહન મળશે કે નહ એ ચતા તો વધારાની, કારણ કે ૭:૩૦ વાગ્યા પછી વડાલીથી કબોસણી માટે વાહન મળવું બિલકુલ અઘરું. સારું છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે આવી તસવીર પાડવાનો કુ-સમય કયારેક જ આવે છે.

18 August, 2009

ગાંધીટોપી પર જય ભીમ / Jai Bhim on Gandhi Topi (cap) ( 6 Pictures & Text)


(1)

ગાંધી અને આંબેડકરમાં એક બાબત સરખી હતી : દલિતહિત. બંન્નેએ દલિત એજન્ડાને નૅશનલ એજન્ડા બનાવી અસ્પૃશ્યતાનિવારણ માટે પોતાની રીતે લડત ચલાવી. બંન્નેની લડત સામસામે આવતા તણખા પણ ઝર્યા. બંન્નેના ગયા પછી મોટ્ટાભાગના આંબેડકરવાદીઓએ અને ગાંધીવાદીઓએ આ તણખાઓને જ લડત માની લાધી. પરિણામ એ આવ્યું કે આંબેડકરવાદીઓ માટે ગાંધી તોછડા બન્યા અને ગાંધીવાદીઓ માટે આંબેડકર. આ તણખાને બાજુ પર મૂકીએ, ખરેખર મૂકવા જેવા છે, તો ગાંધી-આંબેડકરના સમન્વયથી ખોરંભાયેલા દલિતહિતને નવી દિશા મળવાની શકયતા બુટ્ટો ન કહેવાય. અલબત્ત, ગાંધી-આંબેડકરના સમન્વયનો વિચાર આજ ભલે બુટ્ટો લાગે, પણ આ દિશામાં પ્રયાસ થઇ રહ્યા છે. એમાંનું એક પગલું તારીખ ૧૭-૮-૨૦૦૯, મેલું પ્રથા નાબૂદી દિનના દિવસે નવસર્જને ભર્યું. ગાંધીઆશ્રમમાં નવસર્જને યોજેલા કાર્યક્રમમાં ગુજરાતના ૪૩ તાલુકામાંથી આવેલાં વાલ્મીકિસમુદાયનાં બાળકોએ જય ભીમ લખેલી ગાંધીટોપી પહેરી સમાજ અને શાળામાં જ્ઞાતિને લઇને થતા કડવા અનુભવોને જયુરી સમક્ષ રજૂ કર્યા. તેમના કડવા અનુભવો નીચેની તસ્વીરોમાં પણ વ્યકત થયા છે. વળી, ગાંધી-આંબેડકરની વિચારધારાથી અજાણ આ બાળકોએ પહેરેલી જય ભીમ લખેલી ગાંધીટોપી પર મોટેરાઓના વિચાર પણ પરખાયા વિના રહેતા નથી.

Jury Members : 1. Justice R. A. Mehta – Former Acting Chief Justice of Gujarat 2. Ms. Kmalaben Gurjar – Honorable Member of National Commission for Safai Karmcharies 3. Ishwarbhai Patel – Former Member of National Commission for Safai Karmcharies 4. Martin Macwan – Founder of Navsarjan 5. Ms. Mari Thekakara – Writer and JournalistProf. 6. Ghanshyam Shah – Political Scientist
(The rest pictures are below)
2

3 

4

5

6