28 October, 2011
10 October, 2011
25 September, 2011
An Adivasi Woman Between Toil & Toil / બે પરસેવાની વચ્ચે એક આદિવાસી મહિલા (1 Picture)
Place : Vadali, Dist : Sabarkantha, State : Gujarat, India
There are adverse atmosphere, no enough wages, no hygienic food, no health facility and homelessness forgetting all these, this adivasi young woman is taking little rest to work more. And I think so with very comfort.
07 September, 2011
24 August, 2011
બહુરૂપીનાં બે આદિવાસી રૂપ / Two Nomads Playing Roles of Adivasis (17 Pictures & Text)
जंगलों का राजा, पहाड़ों का राजकुमार, सांवलिया भील है नाम मेरा|
1
2
3
4
5
6
हाथी को पछाड़ा, चित्ते को चीर डाला, घोड़े को दौड़ाया, कालिया भील कहते है मुझे|
7
8
9
10
11
12
13
14
15
16
17
સાંવલિયા ભીલના રૂપમાં છે બોની બહુરૂપી ને કાલિયા ભીલના રૂપમાં છે લાલાભાઈ (કાળા વસ્ત્રમાં). બંને સગા ભાઈ છે, પોતાની જાતિવિશેષ પરંપરાને દાદા ને પિતા પાસેથી શીખીને જાળવી રહ્યા છે. વડાલીના બજારમાં દર વર્ષે તેઓ સળંગ દસ દિવસ, દિવસમાં વધારો-ઘટાડો ખરો, અલગ અલગ રૂપ લઈને દુકાને દુકાને ફરતા હોય છે. પરમ્પરા મુજબ તો એક રૂપ (વેશ) એક અઠવાડિયું ભજવવાનું હોય એટલે ૫૨ વેશ એક વર્ષમાં પૂરા કરવાના હોય, આજે સમય બદલાયો છે એટલે એક વેશ એક દિવસ માટે કીશનલાલનો પરિવાર ભજવે છે. વળી, વેશભૂષા ખર્ચાળ પણ ઘણી. આ અગાઉની પોસ્ટ "ગાંડીના રૂપ"માં કિશનલાલ બહુરૂપી હતા, તે કિશનલાલ બોની ને લાલાભાઈના પિતા. કિશનલાલે દસ દિવસના ભાગરૂપે જ ગાંડીનું રૂપ લીધું હતું. કિશનલાલ તો એક દિવસ આવે છે બાકીના નવ દિવસ બોની ને લાલભાઈ જુદા જુદા વેશ ધારણ કરે છે. એક દિવસ હનુમાન તો એક દિવસ રબારી, ક્યારેક ટીટી તો ક્યારેક મદારી, તો કોઈએક દિવસ રાવણ એવાં અલગ રૂપ ધારણ કરતા હોય છે. નવ દિવસ માત્ર રૂપ ધારણ કરવાનાં ને લોકોનું મનોરંજન કરવાનું. નવ દિવસ સુધી એક પણ રૂપિયો લેવાનો નહિ, દસમાં દિવસે નગરશેઠનું રૂપ લઈ દુકાનમાલિકો પાસેથી પૈસા લેવાના, લેતી વખતે રકઝક પણ કરવાની, આ ઉઘરાણી ચાર પાંચ દિવસ પણ ચાલે, પણ રોજ નાગરશેઠનું રૂપ નહિ લેવાનું. આખા (બધા) દિવસના થાકને અંતે હાથ પર આવતી અંદાજિત રકમની મને જાણ છે, પણ વચનથી બંધાયેલો છું, એટલે નહિ કહું. છેલ્લે એટલું જરૂર કહીશ કે ભારતની સામાજિક વ્યવસ્થાએ ઊભી કરેલી મોટાભાગની પરંપરાઓ ઘણીવાર આપણને અને ઘણીવાર પરંપરા વેંઢારનારાઓને શરમમાં કે લાચારીમાં કે લઘુતાગ્રંથિમાં મૂકતી હોય છે.
(સરનામું : બોની બહુરૂપી, પાંચ હાટડિયો, બ્રાહ્મણની વાડી પાસે, રાજમહેલ રોડ, ઇડર, જિલ્લો : સાબરકાંઠા.
Mobile: +9196623-19487)
08 July, 2011
ગાંડીનું રૂપ / A Male Nomad As A Female Mad (19 Pictures & Text)
1
2
3
4
5
"તારી ઠાઠડી બોંધું, તારો રાજિજયો ખઉં, દારૂ પીન્ મારઅ, મારા ભૈનો હારો, ઘોઘરો જાલીન્ મારી નાખું, મુઢામ્ ઘાઘરાનો ડૂસો નાખું." વડાલીની સડકો પર એક ગાંડી આવું આવું બોલતી જાય, ઝઘડતી જાય, લોકોને ડરાવતી જાય ને ભગાડતી જાય.
6
તરસની જરા અસર મટાડું
7
થાકને ઘડી દૂર ભગાડું
8
હવે આંગિક ભાવ જગાડું (from 8 to 16)
9
10
11
12
13
14
15
16
17
પાણી સાથે અભિનય પીવું
18
રૂપ ખરું પણ અભિનય નહીં
19
બાળકી મને ઓળખી ગયી
'ગાંડીનું રૂપ' શીર્ષક કદાચ પજવનારું લાગ્યું હોય, પણ આ શીર્ષક વગર છૂટકો નહોતો, પણ તમે ધાર્યું એના કરતાં કારણ જુદું છે. અહીં આવતું 'રૂપ' આંખગત શબ્દ માટેનું નથી, પણ બહુરૂપીનું એક રૂપ છે. હા, તસવીરમાં જે ગાંડી દેખાય છે એ સ્ત્રી નથી પુરૂષ છે. કિશનલાલ બહુરૂપી, ઇડરમાં રહે છે. ૧૪-૫-૧૯૫૯માં જન્મનાર આ જણ નખશિખ કલાકાર છે, કારણ કિશનલાલ બહુરૂપી-કલાને લોકકલામાં શ્રેષ્ઠ માને છે. પેટલાદ(ખેડા)ની આર.કે. કોલેજમાં એટીકેટી (A.T.K.T.) સોલ્વ ન કરી શકવાના કારણે કિશનલાલ સ્નાતક ભલે ન થઇ શક્યા, પણ તેમની પરંપરાગત કલાના એ ડાૅક્ટરેટ તો ખરા જ. આ ભાવાવેશમાં નથી લખતો, પણ કિશનલાલની સાથે તાપમાં આખો દિવસ ફરતી વખતે (સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી) તેમની પાસે જે જાણ્યું તે પછી લખું છું. તેમને ચકાસવા માટે બહુરૂપી વિશેના મારા થોડાઘણા અભ્યાસને પણ ખપમાં લીધો હતો. બે ઉદાહરણ આપું, જરાં જુદાં છે પણ ઉપયોગી થઇ પડશે, રસ્તામાં ગાંડીના અભિનય દરમિયાન મેં વચ્ચે વચ્ચે બેચાર પ્રશ્નો પૂછ્યા, જવાબ મળ્યા, "પબ્લિકનું વિચારવું પડે. સામેવાળાના ચહેરાના ભાવ જોવા પડે અડધો કિલોમીટરની રૅન્જમાં ધ્યાન રાખવું પડે." પછી ઠપકાના સૂર સાથે એક હળવી ચેતવણી પણ, "ઉમેશ, તું આમ વચ્ચે પૂછે છે, તો ડિસ્ટર્બ થવાય છે. આમાં ડિસ્ટર્બ ન થવાય, ડિસ્ટર્બ થવાય તો પાછું નોર્મલ થઈ જવાય."
લોકકલાનો સમય હવે ઝાઝું ટકવાનો નથી, આપણે ભલે લોકકલાને સંસ્કૃતિના ભાગરૂપે એનું ગૌરવ લઇએ પણ લોકકલાકારોની દરકાર ને કદર તાળીઓ ને બે-પાંચ-પચાસ-સો રૂપિયા સુધી સીમિત રાખી છે. કિશનલાલે તો બહુરૂપી-કલાના જોરે કુટુંબને સારી પેઠે નભાવ્યું. તેમના બે દીકરા લાલાભાઈ ને બોની પણ લોકકલાના વ્યવસાયમાં જોડાઈ ગયા છે, અલબત્ત મેં એમના ચહેરાઓ પર નિરાશા ને થાક બેઉં બળિયાને સાથે જોયા છે.
(સરનામું : કિશનલાલ બહુરૂપી, પાંચ હાટડીઓ, બ્રાહ્મણની વાડી પાસે, રાજમહેલ રોડ, ઇડર, જિલ્લો : સાબરકાંઠા. Mobile : +9196623-19487)
02 May, 2011
Subscribe to:
Posts (Atom)