05 September, 2010

સ્થળાંતર. શું શિક્ષણ ! શું લોકશિક્ષણ ! / The Migration In The Morning (10 Pictures & Text)

1
 2
 3
 4
 5
 6
 7
 8
 9
 10


વીરમાં રહેલા માણસોની જાતિ ઓળખાઈ જાય એમ છે. કોઈથી ન પણ ઓળખાય, છતાં જાતિવિશેષનો ઉલ્લેખ ટાળું છું. મુદ્દે આ સ્થળાંતરિતો છે. આ સ્થળાંતરિતો પોતાની પાછળ કેટલું બધું મુકતાં જાય છે : બાળપણ, સલામત જીવન, સરકારની બેજવાબદારી, સમાજનું બંધિયારપણું, સંસ્થાઓની સીમિતતા, આપણી અડધીપડધી સંવેદનશીલતા ને બીજું ઘણું બધું, નૈ!

11 June, 2010

બાલમસ્તી / Children With Innocent Joy (બાળમજૂરી-નાબૂદી દિવસ, 12-06-2010) (5 Pictures & Texts)

1

 2

3

4

 5

ભય પૂરો છે, પણ આશા તો રાખીએ, કે આ ને આવાં, (અરે, બધાં) બાળકોની મસ્તી તેમની પુખ્તવય લગી ટકી રહે. બાકી સમાજનો એક ભાગ તો તત્પર જ છે તેને ભરખી જવા માટે.

01 May, 2010

પાછળ પડી ગયેલું વ્યવસાયનું કેન્દ્રીકરણ / A Working Female Nomad (7 Pictures & Text)

1

2

3

4

5

6

7

એકકેન્દ્રી સત્તા ગઇ, પણ વ્યવસાયનું કેન્દ્રીકરણ તો રહ્યું. આ કેન્દ્રીકરણ આજે કેટલાક ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં રમવા લાગ્યું છે, પહેલાં ચોક્કસ વ્યવસાયનું કેન્દ્રીકરણ ચોક્કસ જ્ઞાતિઓના હાથમાં હતું, કેટલીક જ્ઞાતિઓના હાથમાં બળપૂર્વક કે છળપૂર્વક અમુક વ્યવસાયનું કેન્દ્રીકરણ મૂકી દેવામાં આવ્યું હતું. પરિણામ એ આવ્યું કે સતત બદલાતા વિશ્વમાં બળપૂર્વક કે છળપૂર્વકના કેન્દ્રીકરણમાં સપડાયેલી જ્ઞાતિઓના જીવતરમાં ઝાઝા ફેરફાર આવ્યા નહિ. ૪૦ લાખથી પણ વધુ વસ્તી ધરાવતી ગુજરાતની ૪૦ વિચરતી ને વિમુકત જાતિને (સરકારી યાદી મુજબ ૨૮ વિચરતી જાતિ, ૧૨ વિમુકત જાતિ) વ્યવસાયના કેન્દ્રીકરણનો ભોગ વધારે બનવું પડ્યું છે, વર્તમાન સમયમાં તેમની સ્થિતિ ઘણી કપરી, કયારેક તો એવું બોલતા લાગે કે જન્મારો મળ્યો છે તો જીવી નાખીએ. કારણ કે પરંપરાગત વ્યવસાય સિવાય બીજો વ્યવસાય તેમને આવડે નહિ એટલે બદલાતા જગત સાથે તાલ મિલાવી શકે નહિ. વળી, વિચરતી ને વિમુકત જાતિમાં શિક્ષણનું પ્રમાણ પણ ર્સ્વિણમ ગુજરાતને શરમ આવે એવું.
વાંસવાદીબહેનની ઊપર્યુકત તસવીરોમાં કોઇકને હસ્તકલાની પૂર્ણ પ્રક્રિયાનો ઊમદા નમૂનો દોખાય, પણ આ હસ્તકલાની નીચે છે તો માત્ર ગરીબી. કારણ, વાંસના ટોપલા ખરીદનારા આજે કેટલા? કોઇ ખરીદે તો એમણે કહેલા ભાવ પ્રમાણે નાણાં આપનારાં કેટલા?

(થોડા સમય પહેલાં ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’માં કામ કરવા મળ્યું, તે સમય દરમિયાન લીધેલી તસવીરો.)

13 February, 2010

નિરમા ભગાવો / Mahua Farmers' Campaign Against Nirma Cement Company Plant (12 Pictures & Text)


 આંદોલનના આગેવાન ડો. કનુભાઇ કલસરિયા 
1

2

3

4

5

 ઉઘાડા પગ છોને રહ્યા, ચાલતા રહીશું
6

હસતાં હસતાં વેઠીશું દુઃખ, હારીશું નહિ
7

પ્રથમ પ્રદક્ષિણા સફળ
8

મશાલ-સરઘસ
9

10

ત્રણેક કિલોમીટરની કૂચ પછી મશાલ-સરઘસને પોલીસે રોકયું
11

કનુભાઇ સાથે પોલીસની દલીલ ને છેવટે બધાની બે કલાક માટે ધરપકડ
12

મહુવા-આંદોલન

૧૨, ફેબ્રુઆરી, ૨૦૧૦


કૂચનો સમય : સાંજે પાંચ વાગ્યે ને રાતે આઠ વાગ્યે મશાલ-સરઘસ

અંતર : દસ કિલોમીટર કરતાં વધારે



કૂચનો માર્ગ : નિરમાની ફેન્સગ ફરતે પ્રદક્ષિણા

22 December, 2009

15 December, 2009

ગળામાં લટકેલું પ્યોર સેકયુલરિઝમ (બે તસવીર)



એલિસ બ્રિજના વિકટોરિયા ગાર્ડનવાળા છેડાથી લાલ દરવાજા તરફના વળાંકવાળા રસ્તા પરની કીટલી પર કામ કરતા ૧૯ વર્ષને અડું અડું થતા આ છોકરાને શું કહીશું? હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી, કારણ કે ગરીબીને કોઇપણ ધર્મમાં વાંધો નથી આવતો, બસ સરકાર એનો રસ્તો ના રોકે એટલું જ એને જોવાનું હોય છે. ચાની ચૂસકી લેતાં સીધું જ છોકરાને પૂછ્યું, ‘આવી ચૅઇન (હિન્દુ, મુસ્લિમ, ખિ્રસ્તીનાં ધાર્મિક પ્રતીકોવાળી) કેમ પહેરી છે?’ એકદમ હળવાશથી, ‘લારી પર ઘણીબધી ચૅઇન જોઇ, એમાંથી આ બહુ ગમી ગઇ એટલે પૈસા આપીને પહેરી લીઘી.’ જવાબ ગમી ગયો એટલે બીજું કંઇ પૂછ્યું નહિ. પછી એ એની મસ્તીમાં કામ કરવા લાગ્યો, ને હું આદર્શવાળા વિચારોમાં ખોવાઇ ગયો.

30 October, 2009

Liquor & Family



સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામમાંથી પસાર થતા નૅશનલ હાઇ-વેની ફૂટપાથ. ફૂટપાથ પર એક ગ્રામીણ પરિવાર. પરિવારમાં પાંચ છોકરાં ને પતિ-પત્ની. સમય રાત્રિના ૭:૩૦ વાગ્યાનો. આ પરિવાર છેલ્લા ત્રણ કલાકથી કબોસણી ગામે જવા માટે બેઠો છે. આ પરિવાર કોઇ વાહનની વાટ નથી જોતો, પણ વાટ જુએ છે, તો બસ ચિક્કાર દારૂ પીને લુડકી ગયેલા પતિ-પિતાને હોશમાં આવવાની. હોશમાં આવ્યા પછી વાહન મળશે કે નહ એ ચતા તો વધારાની, કારણ કે ૭:૩૦ વાગ્યા પછી વડાલીથી કબોસણી માટે વાહન મળવું બિલકુલ અઘરું. સારું છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે આવી તસવીર પાડવાનો કુ-સમય કયારેક જ આવે છે.